Thursday, 3 November 2016

ગઝલ

એમ તું આસપાસ  આવે છે,
સૂર્ય  સાથે ઉજાસ આવે છે.

તું જ આવીશ એમ ધારીને,
હાંફતા એમ શ્વાસ  આવે છે.

સાંજ પડતાં ઢળે પ્રતિક્ષાઓ,
યાદ એ નામ ખાસ આવે છે.

ચાંદ જોઈ ગગન હવે રાજી,
કૃષ્ણની સંગ રાસ આવે છે.

સંઘરેલી ખુશી થઈ ઢગલો,
એ સમય જો ઉદાસ આવે છે.

પોઠ સ્મરણની સ્હેજ હાલી ગઇ,
રણવચાળે કો' ખાસ આવે છે.

                                    - ભાર્ગવી પંડ્યા.

No comments:

Post a Comment