એવી કોઈ
હથેલી મલે
જેની સાથે
જીવન મલકે,
આંખો છલકે
ફૂટે પાંખો દિશાને
હૈયું ઉમંગ ફોરે
જંતર મંતર થયા
પ્રણયના મન મહી
ફાગ ખીલ્યા ફોરમ મહેકે
હૈયા ભીના ભીના મહેકે
પૂનમ જેવી ભરતી ભરે
સાગર હીલ્લોળે
કર્યા એકરાર
બંધ હોઠે મૌનમાં
તોલી લઉં
હૃદય ભીનું
સોંપી દઉ
લાગણી ભીંજાય ઝરમર
ચડયો ચારેકોરે તોર
મન મોર બોલે
ઝરમર ઝરમર વરસે
ખંડ છેદી
બેઠો ભરચક
ભીતરના ટોડલે
મોર બનીનૈ
મન મારુ થનક થૈ....
કાજલ કાંજિયા
No comments:
Post a Comment