Thursday, 3 November 2016

ગઝલ

જિન્દગીનો.સીન જો રી-ટેક થઈ જાય
ને સમય સઘળો જરા જો બેક થઇ જાય

આ કચકડાનું હૃદય લૈ ના ફરો યાર,
ઠેસ જો વાગે જરાને ક્રેક થઇ જાય

એમના આ જાદુ ભર્યા નૈન, તોબા!
દિલ નજર પડતાં જ કેવું હેક થઇ જાય!

યાદ તારી સળવળે થઈ માછલું તો,
આંખ પણ આ કાયમી જો લેક થઇ જાય

યાદ કરતાં રૂબરૂ આવી ઉભા રે',
કાશ! દુનિયા એવી હાઇટેક થઇ જાય

-શિવમ રાજપૂત

No comments:

Post a Comment