મુલાકાત ..!
છતા પણ અમે સાથે
દૂર વાતે
નીકળી ગયા એક વાત ...!
એક હાથે ગઝલ અને ગીત થઈ
કોઈ સંવાદે ઔચિન્તા મૌન
સ્થભી રાત અને માહોલ બનેલી
ચાંદની જાણે હાથો-હાથ
અને આંખે-આંખથી શરમાતી
શબ્દ સરખા સુમેળ કરતી કંપારી...
ફરતી આજ પન તેને શણગારી
એક રાતે બની રૂપ નિખરી નજમ ,
કેટલાય અલંકારોમા લપેટાયેલી દુલ્હન જાણે
તરંગી ગઝલનો ઝાંઝરમય ઝણકો..
એક મુલાકાતે જીવન સફરનો રણકો
શરમાતા અવાજે..
ચાલેલો મૌન પંથ
ઉતર દિશા ફરતો પવન જાણે
શિશિરની રાતરાણી હળવી પલકારી મારીને
અેક હાથે સ્પર્શેલો કોઈ સહારો...
મજબૂત બંધનનો તાંતણો
દૂર ચરણે મુકેલી છાપ...
અને સ્મરણો તાજાં ડોલે
જાણે એક મુલાકાત અને
વિશ્વ આખુ શિશિરમય સ્પર્શે...
પહેલી વાર એક અંન્તિમ ગઝલ
શબ્દે - શબ્દમાં
મૂલાકાત લયઆજે પણ...!
શિશિર થઈ
મૌન એક સુવાસ સ્પર્શે
મહેકતી રાત અને
મુલાકાત........
જાગૃતિ મારુ
No comments:
Post a Comment