ખરો છે કાનુડો તું, જા મગજમારી નથી કરવી.
વખાણી આપની વાતો, નવી ન્યારી નથી કરવી.
મજૂરી જે કરે કાળી,રહેતો થાળ એ ખાલી,
અન્ન ભરપેટ ખાતો સ્હેજ પણ યારી નથી કરવી.
બદલતો હર સમય વાઘા,ગરીબોને પડે વાંધા,
કરી લે તું મઝા, મારે તરફદારી નથી કરવી.
રડે બાળક રખડતું ભૂખથી જ્યાં થતું અડધું,
ચઢાવી દૂધની ધારી, તને પ્યારી નથી કરવી.
હજી સમજાઉ ક્યાં સુધી! સમજ થોડું થયો મોટો,
ફરી અવતાર લઈને આવ, તુ તારી નથી કરવી.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment