🌹: સ્મરણોને સાંધવા બેસુ તો હું કેમ બેસુ.
ઈચ્છાને બાંધવા બેસુ તો હું કેમ બેસુ.
આપેલું છે તે બધુ વણમાગ્યુ એકસામટૂ
બે હાથે માગવા બેસુ તો હું કેમ બેસુ.
નખશિખ તને જ નિરખ્યાની ક્ષણ હુ સાચવીને,
મૂર્તિ ને તાકવા બેસુ તો હું કેમ બેસુ.
ઉકેલ આંખના અક્ષરો તો તુ આવ,મંજૂર
ઝખ્મોને લખવા બેસુ તો હું કેમ બેસુ.
આંખો નિશેષની વરસે અષાઢ થઇ ને
વરસાદ જો થવા બેસુ તો હું કેમ બેસુ.
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment