આ સમયને એ જ બસ વાંધો પડ્યો,
ક્યાંક વહેલો ક્યાંક હું મોડો પડ્યો.
એક તો નીચાણવાળો પ્રાંત છે,
ને ઉપરથી મેઘ, થઇ ખાંગો, પડ્યો.
સાથ એવા લોકનો મળતો ગયો,
જાણીતો રસ્તો છતાં ભૂલો પડ્યો.
જિંદગીનું નાટ્ય જ્યાં આગળ વધ્યું,
ત્યાં જ બોલ્યું કોઈ કે પડદો પડ્યો.
કોઇ દુર્ગમ સ્થાન પર લઈ જાય છે.
એ જ રસ્તો આખરે લેવો પડ્યો.
– પ્રવીણ શાહ
No comments:
Post a Comment