અરજી
ચાલ ફરીથી સાથે થઈએ,
અંત લગી સંગી થઇ રહીએ;
આભ ધરા સમ સંગી થઈને,
કલ્પિત રેખા સુધી જઈએ;
મૌન રહ્યો તો શાને કન્હૈયો?
ચાલ સમજવા સાથે મથીએ;
થોર બનીને ભીના રહીએ,
આજ પછી ના તરસ્યા તરીએ;
ભીંત બધીનો ભૂુક્કો કરીને,
મંદિર મનમાં વ્યાપી દઈએ;
પાન ઉપર છો ક્ષણભર મળીએ
ચાલ અભિન્ન થઇ ધૂળમાં ભળીએ
~ જનક મ દેસાઈ
No comments:
Post a Comment