ખબર છે મને ,
તુ મારી નજર સમક્ષ હોવા છતાં ,
તુ મારું નામ નથી બોલી શકતો,
તારી ઋજુ આંગળીઓનો સ્પર્શ મને નથી કારાવતો
દટાઈ ગયેલો હોય એવો , આ શિશિર ની હિમ્પ્રાતોમાં એમ ,
હું તને શોધે રાખું છું ને મારું અસ્તિત્વ આ હિમ્પ્રાતોમાં ઠંડુગાર,
નગ્ન વૃક્ષો નો કલાત્મક વૈભવ જેવો,
તારો દેહ કેમ મને કળ્યો કળાતો નથી!
તુ અશરીરી છે !?,
આ બે પહાડો વચ્ચેની ઊંડી ખાઈ, પર્વત માં થી ફુટતું ઝરણું,
પંખીનો કલશોર , મધુકરનું કુસુમ પર મંડરાવું,
તારું જ રૂપ હોઈ શકે ને
તે જ વ્યાપ્ત કર્યો પ્રેમ..કામ સ્વરૂપે ,મોહસ્વરૂપે,પ્રણય સ્વરૂપે
તો કેમ નીલકંઠે ત્રીજું નેત્ર ખોલી કામને બાળ્યો?
શું તને ય કામ પજવે છે ને તુ ય ભીલડી માં મોહ્યો !,
દેહ નો મોહ! ઋણમુક્તેશ્વર તને ય વળગે છે !
ઋણ માંથી મુક્ત કરે તે...!
તુ મને આ દેહનાં ઋણમાં થી મુક્તનાં કરે?,
આપણે બેય અશરીરી... અયોનીજ..
પ્રકૃતિમાં જન્મી રહીએ..મોહ મુક્ત....
અસ્મિતા
No comments:
Post a Comment