17-12-2016. ...તરહી 👇સુધારીને
જાતને તારી પ્રથમ તું મળ હવે
ખૂલતી અંધારની સાંકળ હવે
હા,ઉઘડશે તેજપુંજી કો ' દિશા
એ દિશા જા,આરપાર નીકળ હવે
એમ સહેલું છે નહીં કૈં પામવું
*આ અકળ સંસારને તું કળ હવે
વજ્ર જેવું મન જરા કુણુ કરી
એક બીબામાં પછી તું ઢળ હવે
વાંચશે ખાતાવહી શંકરશિવા
કર્મના દાણા વિચારી દળ હવે
-----------હેમા ઠક્કર "મસ્ત "
No comments:
Post a Comment