વળતી લડતના મોરચે સામા ધસી ગયા,
ધાર્યા નિશાનો સાધવા આગળ વધી ગયા.
પડતા સમયના વારથી બચતા બચાવતા,
શાણા થવાની સુજનાપગલાં ભરી ગયા.
અળગા અટુલા જીવવા ચલતી હવા જંગે,
મનની અલગતાપોષતી વાટે વહી ગયા.
માતા પિતાના ૠણના મુલ્યો વિસારતા,
ફરજો.ફગાવી નામના વારસ બની ગયા.
બદલી હવાના તૌરની વળવી અસર તળે,
માનવ થવાના ઔરતા મનમાં રહી ગયા.
વેણે કરેલા ઘાવની પીડાસખત
મળી,
સાચુ કહીને એકલા અતડા પડી ગયા.
માસૂમ ધરેલા ધ્યેયને સાદર વધાવતા,
આવી પડેલા બોજને હસતા સહી ગયા.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment