Friday, 16 December 2016

ગઝલ

એક પરપોટો ફૂટ્યાંની દાઝમાં
નાવ ખટકી ગઇ નદીની આંખમાં

એટલી ડાળો ઉપર છે બેસણાં
જેટલા ફૂલો છે આ ફૂલછાબમાં

શું ભૂલ્યો છું એય ભૂલી જાઉ હું
ભૂલવું જો હોય મારા હાથમાં

એક પણ છેઢો સલામત ના રહે
એટલા છીંડા પડયા છે વાડમાં

ભેરવાતી પાંખ વાયરમાં અને
વાગતા કપચીના ટૂકડા ચાંચમા

પહોચવું શક્ય જ નદી દરીયા સુધી
ઓ નદી પાછી ફરી જા પહાડમાં

-ચંદ્રેશ મકવાણા 'નારાજ'

No comments:

Post a Comment