કેટલો અમૂલ્ય હોય છે એ દિવસ,
જે દિવસે લક્ષ્મી જન્મે છે બની દીકરી;
ગુંજવી નાખે છે ઘરને એની મીઠી મીઠી,
હાસ્યથી ખડખડાટ કરતી કિલકિલારીઓ;
બનીને રમકડું ઘરમાં ફેલાવે ખુશીઓ,
એટલે જ કે'વાય છે દિકરી વ્હાલનો દરીયો;
એ તો હોય છે પિતાની લાડકવાયી,
આંખોનો તારો બની જીવનમાં સમાઇ;
સદાય રહે છે માતાના હ્રદયનું સ્મિત,
બેજોડ હોય છે એની ભાઇ સાથેની પ્રિત;
વેળા આવે છે જ્યારે વળાવવાની સાસરીયે,
વહે છે આંસુ ચોધાર મા-બાપની આંખલડીએ;
છોડીને પોતીકાને બને છે બીજાની ખુશીઓ,
એટલે જ કે'વાય છે દિકરી વ્હાલનો દરીયો.....!!
- પંકજ ગોસ્વામી
No comments:
Post a Comment