##હું કવિ##
મધુર,મીઠી મીઠી,
દિલના દરિયામાં ભરતી આવી,
પ્રીતના નીર છલકાય છે.
હૈયામાં વાદળો ઘેરાયા અરમાનોના,
ને સ્વપ્ન નદી નું ઝરણું ફૂટયું,
નયનોના ના કૂવામાં
એક છબી તારી જળ રૂપે ,
અલૌકિક આ સ્થિતિ માં
હું મરુ જેવો ને તું મૃગ જળ છે,
તોય હું તારો અહેસાસ કરી શક્યો.
ને પ્યાસ બુજાઈ મારી
આ કાલ્પનિક પ્રકૃતિ નું દ્રશ્ય છે તું,
ને હું....
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment