Thursday, 8 December 2016

ગઝલ

ખૂલે આંખ બાની, ખૂલે છે રસોડું
સદા બની સાથે ઉઠે છે રસોડું

ફળીથી લઇ છેક ઉભી બજારે,
ગ્રહી બાનો પાલવ, ફરે છે રસોડું

સવારે ને સાંજે, સુની બાની આંખે,
ધુમાડો બનીને રહે છે રસોડું

જાણ્યા પેટના પેટ બસ ઠારવાને
સતત બાની સાથે મથે છે રસોડું

બધા ઓરડાઓને ઊંઘાડી, છેલ્લે
અધૂરું-પધુરું સુવે છે રસોડું

-- ડો. મનોજ જોશી

No comments:

Post a Comment