હવે લાગે, ધરા આખી ઢળી ગઇ છે શિયાળામાં.
નવી દુલ્હન, ધરી ઘૂંઘટ ભળી ગઇ છે શિયાળામાં.
ઉગ્યું આજે કિરણ,કોમળ કરીને જાત પોતાની,
નદી મેળાપનો આશય, કળી ગઇ છે શિયાળામાં.
દિવસનું ઘટતુ ગ્યું શાસન, નિશાએ આચક્યું આસન,
થરકતી ચાંદની, ચાંદો ગળી ગઇ છે શિયાળામાં.
પડયું ઝાકળ બરફ થઇને, છવાયું આજ વૃક્ષો પર,
કળી તાજી,શરમ છોડી લળી ગઇ છે શિયાળામાં.
હૃદયથી પ્રેમ મેળવવા, થયા છે આજ પાગલ સૌ,
હિરણની કસ્તુરી એને છળી ગઇ છે શિયાળામાં.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment