Thursday, 1 December 2016

ગઝલ

સતત યાદ દિલમાં વસાવી ગયો છે
ચમનમાં બહારો સજાવી ગયો છે

પલકભર દીપક જ્યાં જલાવી ગયો છે
જીવન આખું ઉત્સવ બનાવી ગયો છે

યુગોના યુગોથી સતત આ થયું છે
સમય ખુદ સમયમાં સમાઈ ગયો છે

રહે છે સ્મરણમાં સતત તું ઓ સાકી!
બહુ જામે-કિંમત લગાવી ગયો છે

જગત પૂછશે પ્રેમના ખેલ અંતે
તને કોણ દિલથી હરાવી ગયો છે

કહે તું કયા છે સ્વરૂપે ગઝલમાં?
શું કારણ હતું કે લખાવી ગયો છે?

કરે આંખ રાત્રે ફરિયાદ ‘મંથન’
જલદ કોણ સુરજ બુઝાવી ગયો છે?
== મંથન ડીસાકર (સુરત)

વધુ તો અહી છે, એક આંટો દઈ આવો www.facebook.com/suratpoets/

No comments:

Post a Comment