Friday, 16 December 2016

ગઝલ

પોરબે  છે  કોઈ  ચ્હેરો  આંખમાં,
કોઈ   ઝૂરે   ભીંતરે  આ  જાતમાં.

તારલાને    તૂટતા   જોઇ     નભે,
એક આસ્થા ચાલતી થઈ રાહમાં.

પ્રેમની   લીલોતરી   ફાલી    બધે,
ફર્યુ    રેગીસ્તાન    જોને   રાનમાં.

હાલ પણ બેહાલ બન્યાં  જાતનાં,
મધુકરે   લીધી   સુગંધો   બાનમા.

આંગળી  પર  સૂર   રેલાયા અને,
કો' ગઝલ શરમાઇ એનાં હાથમાં.

આ  સભામાં  નોતરી  સેલાબ  ને,
મિજબાની થઈ જિગરની હાડમાં.

લાગણીના   ચીર  ખેંચાતા   ગયા,
એ શબદ પાછાં વળો  જુબાનમાં.

ચીત  પર   પડ્યા  ટકોરા એક-બે,
આંખ  ઉઘડી  એ હરી ની વાટમાં.

બેસણાંનો  અર્થ  શું  છે? કો મને,
ક્યાંય જીવ્યો પણ નહોતો દાદમાં.

જ્ન્નત
પિનલ સતાપરા

No comments:

Post a Comment