પારદર્શક કાચનો આકાર જુદો હોય છે.
વેણ મીઠા વેચતો,વેપાર જુદો હોય છે.
પુષ્પના આ મ્હેકતા મારગ ઉપર ચાલી રહ્યો,
કંટકો મધ્યે થતો,સ્વીકાર જુદો હોય છે.
એક ખાલીપો અહીં પણ સાવ ખીચોખીચ છે,
ત્યાં જ ઉઠતી ટીસનો, રણકાર જુદો હોય છે.
દેવના દરબારમાં મુજને કશોયે રસ નથી,
રોજ માણું મંદિરે,ઝંકાર જુદો હોય છે.
ક્યાંક ઈતિહાસો રચાયા,ક્યાંક કબરો થઈ નવી,
ફેરવી પાના તું જો,પરિવાર જુદો હોય છે.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment