⭕તૃપ્તિ જોશીનો તાવ...
વ્હાણ ના ડૂબવા દઈશ તું તાવમાં,
ભીંત ના ઊગવા દઈશ તું તાવમાં.
એક ઇચ્છા છેક ઠંડીગાર છે,
જો મને પૂગવા દઇશ તું તાવમાં.
મૂછ પર મેં તાવ દીધો છે ભલા,
તાવને લૂંટવા દઈશ તું તાવમાં.
આંખ છે ને પાંખ છે-ની આબરુ,
પાંપણો ફૂટવા દઈશ તું તાવમાં.
સાવ સારું થઇ જશે, ઓકે બકા,
ધૈર્ય ના ખૂટવા દઈશ તું તાવમાં.
- ડાૅ. અનિલ વાળા
No comments:
Post a Comment