ભક્તોની આ ભીડ મહીં હવે એકલવાયું લાગે
પથ્થર મટી પ્રાણવાન થઉં ઓરતા એવા જાગે.
છપ્પનભોગ ધર્યા પણ કોળિયો કેમ કરી ઉતારુ ગળે?
ઓટલે મારે બેઠા કંઈક બાળ ભૂખથી છે ટળવળે
મારૂં જ મૌન હવે મુજને એવું તો છે વાગે.
ભક્તોની આ ભીડ મહીં....
નિત નવા વાઘા-શણગારે મન મારું મુંઝાતુ
ચીર ખેંચાતા નારીઓના હૈયું છે દુભાતુ
ધાવા મદદે મન મારૂં મંદિરેથી જામીન માંગે.
ભક્તોની આ ભીડ મહીં....
પ્રેમ-કરુણા નફરતના ઓળા પાછળ સંતાયા
રમખાણોમાં અહીં તો ભાઈ-ભાઈ કપાયા
પથ્થર છું, મૂંગા મોઢે શી રીતે પાડુ રાગે.
ભક્તોની આ ભીડ મહીં....
- નરેન્દ્ર ચૌહાણ '' નરેન "
No comments:
Post a Comment