ક્યાંક વીતી જાય ના એ પળ હવે,
આ અકળ સંસારને કળ હવે.
છો ભલે જાલિમ જમાનાની નજર,
ભર કદમ મારી તરફ ના ડર હવે.
" નિશી "
જેટલો વિશ્વાસ તારો મુજ પર,
રાખ એ એતબાર ને લે છળ હવે.
તારી પાછળ દોડતી જે તરબતર,
શીદ પકડાતી નથી એ રગ હવે.
ભર વસંતોની કળણ ને પીડના,
એ દરદ સમજાય જો તો બસ હવે.
"નિશી"
No comments:
Post a Comment