હું તને ચાહું તુ મને ચાહી રહે,હું
તને પરણું ને તુ મને પરણી રહે,
હું તારામાં થવું ઓતપ્રોત ને
તુ મુજમાં ઓતપ્રોત થઇ રહે,
હથેળીની જોડ બનાવી દુર પેલા
ક્ષિતિજની ધારે ધારે ચાલી રહીએ,
તારા સ્પંદન મારામાં ઉછેરે ને
મારા તારામાં ને એકય રચાઈ રહે,
પૂનમ ની શીતળ છાયામાં
તારલાની સાખે તારકમૈત્રી રચાઈ રહે,
આલિંગન ભીડી સુંદરતાને પ્રણય ઘણો નીખરી રહે,
હુંફાળું,ધસમસતું રુધિર માદક બની નસોમાં વહી રહે,
ને મારા તનમન માં કામ વ્યાપી રહે,
તુ અશરીરી હોવા છતાં તને કામ સ્પર્શે? વાસના તને વળગે?
હું પણ અશરીરી બની જાઉં?, તુ મને બનાવે?,
આપણે બન્ને યુગલ સ્વરૂપ બની વ્યાપ્ત થઈએ,
આપણો ઋણાનુબંધ વહી રહે વ્યાપ્ત આ શરીરમાં,
પણ તને આ ઋણાનુબંધનો કાયદો લાગે છે ખરો?
તને ઈચ્છા નથી કોઈ દેવકીના કુખ ની?
તારા બધા સપના પૂર્ણ થયા ? તે કોઈના બાકી રાખ્યા નથી?
કે પછી તુ તો સઘળે વ્યાપ્ત છે ,
તો તુ રોમના સ્પર્શ ને સ્પર્શી અણુ એ અણુમાં,
ક્ષણ માં જન્મી રહે ! અયોનીજ!!!
અસ્મિતા
No comments:
Post a Comment