ગઝલ: પછી....
નામના જોઇએ છે નામ પછી
ચાખણું હોય જેમ જામ પછી.
કોઇ જીતે છે જો ઇનામ સુધી,
હું ખરો હારું છું ઇનામ પછી.
ઇશ 'ને હું કોઇને નથી જોતાં,
કોણ સામે જુવે છે કામ પછી ?
એમનો ભાવ હોય ઉંચો તો;
આપણો પણ ઘટે ન દામ પછી.
કોઇ 'ઉસ્તાદ'નું નસીબ જુવો,
એ જ રાજા બને ગુલામ પછી.
- કૌશિક પરમાર "ઉસ્તાદ"
No comments:
Post a Comment