Friday, 16 December 2016

गझल

આંખથી મળતું સમર્થન ક્યા ગયું?
આ હ્રદયનું આજ સ્પંદન ક્યા ગયું?

પાંખ ફફડાવીને ઉપવન ક્યા ગયું?
હાથથી આપેલ ચુંબન ક્યા ગયું?

વાહવાહી આટલી શાને કરે?
ઓ જમાના તારુ લાંછન ક્યા ગયું?

બેવફા જો વાયદો ખોટો થયો,
આ હ્રદયનું તારુ પાલન ક્યા ગયું?

કેમ મેલીને ગયો તું એકલો?
બાળપણનું દોસ્ત લાલન ક્યા ગયું?

મોતનો 'આભાસ 'ખોટો વાયદો,
શ્વાસ સાથેનું એ બંધન ક્યા ગયું?

-આભાસ

No comments:

Post a Comment