Friday, 16 December 2016

गझल

ઓસનો આશ્રય જો તૂટી ગયો.
ફૂલનો સંગાથ બસ છૂટી ગયો.

આપણાં જેવો હતો સંબંધ એ,
ગ્લાસ પળમાં કાચનો ફૂટી ગયો.

રેતમાં છોડી ચરણની છાપને,
લ્હેર થઇ કક્કો નવો ઘૂંટી ગયો.

સ્પર્શના ગોધણ સજાવ્યાં અંતરે,
ઉચ્છવાસે શ્વાસ પણ લૂંટી ગયો.

ધારણાની કોઈ ટગલી ડાળ પર,
વાયરો ખિલતી કળી ચૂંટી ગયો.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment