Friday, 16 December 2016

गझल

ભીતર સળગતી આંચમાં હૈયા બળી જતાં,
વેઠો સહીને આયખા સાગર તરી જતાં.

વયની થપાટો ખાઇને ઘડતા વજૂદને,
મનના ઉચાટે સુખના વાદળ વહી જતાં.

નજરો નવોઢા ભાળતી તારા પરોડના,
જાગી ઉઠેલી આંખમાં સપના તરી જતાં.

ગમના પ્રહારો જાતને રાખે દબાણમાં,
બાગી વિચારો ઘાતના ભાવો ધરી જતાં.

ગોતે વધેલા જોખમો સામે સલામતિ,
લાબી સફરના કાફલા ભયમાં સરી જતાં.

ઉંચે જવાની લાલસા નીતિ નકારતી,
ભુલ્યો ધરમ ના છોડતા લાભો મળી જતાં.

બાંધે જગતની ભીડને શ્રધા ધરમતણી,
માસૂમ મળેલા વિષના ઘૂંટો  ગળી જતાં.

                      માસૂમ મોડાસવી

No comments:

Post a Comment