Friday, 16 December 2016

गझल

તા  6/11/2016।    હળવે થી
ગાલગાગા ગાલગાગા ગાગાગા

એક સારી વાત મુકુ હળવે થી
મોઘેરી સોગાત મુકુ હળવે થી

બાળવો છે તો તુ બાળી લે પુરો
આગ સામે જાત મુકુ હળવે થી

પ્રેમ ના રૂપક ગુલાબો છે તો શું?
હું તો પારીજાત મુકુ હળવે થી

માનશે ના કોઈ મારો ખુલાસો
સાવ કોરી રાત મુકુ હળવે થી

વાદ ને વિખવાદ તો ચાલ્યા કરશે
પારકી પંચાત મુકુ હળવે થી

ચાંદ છુપાવી ને બેઠો છે " પાગલ "
તારલા ખેરાત મુકુ હળવે થી

          મુકેશ જોગી

No comments:

Post a Comment