Monday, 19 December 2016

गझल

*ચિત્ર આધારિત ગઝલ*

જેમ ચાહો એમ ખીલી ઠોકવાની ઝાડ છું ને!
થડ ઉપર જગ્યા તમારી રાખવાની ઝાડ છું ને!

માર્ગ સઘળા શે'રના ઝેરી બની ડંખ્યા કરે ને,
તે છતાં ચોખ્ખી હવા તો આપવાની ઝાડ છું ને!

ઠૂંઠકામાં કોળતું લીલાપણાનું સ્વપ્ન કાયમ,
ખૂબ જૂની ટેવ ટૌકા આંજવાની ઝાડ છું ને.

મારી એકલતા ટપાલી રોજ વાંચી જાય તેથી,
છૂટ આપી ખતની પેટી ટાંગવાની ઝાડ છું ને!

જિંદગી આખી ઉછેરી પાળી-પોષી અંત ટાણે,
જાત સાથે એની કાયા બાળવાની ઝાડ છું ને!
-શિવમ રાજપુત

No comments:

Post a Comment