Sunday, 25 December 2016

ગીત

💐હાલરડું💐

આવરે.. આવરે...નીંદયા રાણી જલદી જલદી આવ,
સપના આવી ઉભા આંખે જલદી જલદી આવા..

આવરે.. આવરે...નીંદયા રાણી જલદી જલદ આવ.....

રાજકુમાર આતો મારો કેવો રૂડો છે,
સ્મિતથી એના હજારો  કળિયો ખીલે છે,
એ જુવે છે વાટ તારી જલદી..જલદી આવ...

આવરે.. આવરે...નીંદયા રાણી જલદી જલદી આવ....

નાજુક નાજુક મનડાને તું હળવેથી હરખાવ.
સંગમાં તારી પરીઓને પણ સાથે તેડી લાવ,
આમ તો એને ચાંદામામા રોજ રમાડી જાય,

આવરે.. આવરે...નીંદયા રાણી જલદી જલદી આવ…..

સોનેરી છે અરમાનો  તું પુરા કરી જા,
આભલા ના તારા થોડા રમતા મૂકી જા,
તું આવીને એને જરા છાનો રાખી જા..

આવરે.. આવરે...નીંદયા રાણી જલદી જલદી આવ....

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment