Sunday, 25 December 2016

ગઝલ

આજ અચાનક મનનાં દ્વારે દૂર દૂરથી ટહુક્યું કોણ?
જોઈ જેને ઘાયલ થયા, એવા સ્મિતે મલક્યું કોણ?

પડછાયામાં શોધું જેને ,એવું અંધારામાં ચમક્યું કોણ?
ઊંચા ઓલા આભમાં ,ચાંદલિયા સાથે ટમકયુ કોણ?

શ્વાસે -શ્વાસમાં મારા આમ ગીત બનીને ગૂંજ્યું કોણ?
હતું આ મન વિરાન એમાં સંગીત બનીને ગૂંજ્યું કોણ?

અજાણ હતી આ રસ્તાની , મંઝીલ બતાવી ગયું કોણ?
ન’તી જાણતી શું છે પ્રેમ? ,પ્રીતિ સમજાવી ગયું કોણ?

રહસ્યમયી રીતે આમ મારા હોઠે હસ્યું કોણ ?
મને જ જણાવ્યા વગર મારા હૃદયે વસ્યું કોણ?

-Shabnam

No comments:

Post a Comment