Friday, 16 December 2016

गझल

મુતદારિક
ગાલગા ગાલગા ગાલગા ગાલગા

##તું ન જા##

આવશે યાદ તારી મને ;તું ન જા,
બાળશે યાદ તારી મને ;તું ન જા.

આપણો એક આ જીવ ને જાન છે,
તારશે  યાદ  તારી  મને ; તું  ન જા.

વેમમાં હું  ય  ડૂબી  જવાનો  હવે,
વારશે યાદ  તારી મને ; તું  ન જા.

મોત તો દ્વાર  ખખડાવયા  છે કરે,
મારશે  યાદ  તારી મને ; તું ન જા.

સાથ ના આપ; પણ દૂર ના થા હવે,
ફાવશે  યાદ  તારી  મને  ;  તું  ન જા.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment