સોળમું સપનું ---
અધરાતે નખરાળું આવ્યું,
મધરાતે મલકાતું આવ્યું,
સોળમેં વરસે સપનું આવ્યું,
સપનું અરધુ - પરધુ આવ્યું,
હાયરે એલી ..હાયરે એલી .. સપનું છાનુંમાનું આવ્યું
ઓરડો વીંધી હરખે દોડી,
ઉંબર - ઓસરી ઠેકતી દોડી,
ફળિયૂં મેલી, પાદર પુગી, વડવાયુંની પકડી જોડી,
તાજું માજું તરતું આવ્યું
ઘમ્મર ઘમ્મર ફરતું આવ્યું
હાયરે એલી ..હાયરે એલી .. સપનું છાનુંમાનું આવ્યું
કમખે ટાંગ્યા મોરલા બોલે,
ઝીણાં ઝીણાં ભેદએ ખોલે,
ઉંબર બોલે, બારણું ઝુલે, યાદનું લીલું પાંદડું ડોલે,
પ્રીતની છાબો ભરતું આવ્યું,
ઘૂંઘરીમાં ઘમઘમતું આવ્યું,
હાયરે એલી ..હાયરે એલી .. સપનું છાનુંમાનું આવ્યું .....
----- હર્ષિદા દીપક
No comments:
Post a Comment