Sunday, 25 December 2016

અછાંદસ

!! માઁ નાં પ્રેમથી વંચિત એક અનાથની આંતરવ્યથા !!

"માઁ" એટલે શું ?

વિચારે મન મારુ
જયારે
જોવે નેણ મારા
અન્યની માઁ કેરો સ્નેહ..!

મારા જેવું જ બાળક
એની માઁ નાં ખોળામાં બેઠેલું હોય,
ત્યારે બોલ્યું ભીતરે મન મારું
શું આવો મીઠો માણો ખોળો હોય ?

તોફાને ચડેલ મારા દોસ્તને
મીઠો ઠપકો જ્યારે માઁ આપે
ત્યારે બોલે ભીતરે મન મારું
શું  આવો  મધુર ઠપકો મા નો ??

વાગ્યું  એના દીકરાને
પીડા પોતે ને થતી
ત્યારે બોલે ભીતરે મન મારુ
શું આવું માઁ નું વાત્સલ્ય હોય ??

નથી છબી માઁ ની આંખમાં,
જન્મ થયો છે મારો
એટલે એક માઁ પણ હશે જ..!
પણ ક્યાં ?

હે ભગવાન
બધાને આટલી વ્હાલી માઁ આપી..!
તો મારી પણ હશે જ
પણ ક્યાં ?
પણ ક્યાં છે ?

છે આંખોમાં આંસુ !
છે અંદરની  પીડા!
પણ, 'માઁ' નથી અત્યારે પાસ ,
તો કોણ સમજશે મારી વ્યથા?
તો કોણ સમજશે મારી વ્યથા!

મારી "માઁ"
ઓ મારી માઁ
ક્યાં છે -'તું'?
મારી યાદ નથી આવતી તને ?
મારે તને જોવી છે
આવને મારી પાસ..!
તું છે મારી જ માઁ..!
છતાં કહેવાઉં માઁ વગરનો અનાથ.!
માઁ વગરનો અનાથ!

મારું ભીતર દર્દ કોણ  સમજે!

તૃપ્ત

No comments:

Post a Comment