Sunday, 25 December 2016

ગઝલ

જરા પણ વિચારો તમારા ન આવે ;
તમોને વિચારો અમારા ન આવે .

નયનમાં હતા જે ભરોસા વફાના ;
કદી ઘાવ પાછળ દુબારા ન આવે .

કહી દો ગગનમા ગણું તારલા હું ;
નજરમાં ફરી એ ગુબારા ન આવે ;

ગુલાબી વદનને નજરથી ઢળેલી ;
મળી છે મઝા કે હતાશા ન આવે .

મહોબત કરી લો મુસીબત ભલે હો ;
યુવાની જશે તો નજારા ન આવે .

અહીં રાત આખી રડયો એટલે છું ;
સિતારા અહીં એકધારા ન આવે .

મઝાના હશે ત્યાં હિસાબો ખુદાના ;
ગયા તો પછી એ જનારા ન આવે .

                     - રાણા બાવળિયા

No comments:

Post a Comment