Sunday, 25 December 2016

ગઝલ

બીજા બધાય  સુખ  ઘડીભર રહ્યાં કરે
એક દર્દ બેઉ જણને સમાંતર રહ્યાં કરે!

શબ્દોની પેલે  પાર જવા  ઝંખના કરું
પ્રશ્નોની સામે જાત  નિરુત્તર રહ્યાં કરે!

માગું છું ક્યાં કશુંય હું તારી કને હવે
બસ,હોઠ પરનું સ્મિત સમયસર રહ્યાં કરે!
           
વાગે તરત,વગાડ તો એની જ ખેવના
મારા હ્રદયના તાર બરાબર રહ્યાં કરે!

જ્વાળાઓ એકબીજા સુધી પહોંચતી
નથી
બેઉને એક આગ નિરંત્તર રહ્યાં કરે !

                        પારુલ વાળા

No comments:

Post a Comment