Wednesday, 28 December 2016

गझल

Gaza spardha mate sir.
ગઝલ
ઉત્પાદન  ઓકવા માંડયો ને ગુણવત્તા  ગઈ,
પૂરમાં પાક તણાતો જાય એમ મહત્તા ગઈ.

સત્યપણાના શહેરમાં  વર્ષોથી  રાજ કર્યુ,
થોડુંક જુઠ્ઠુ બોલ્યો  એમાં  તો સત્તા  ગઈ.

એવું  તે શું  સ્પર્શી કે હું  ઉદયન થૈ ગયો ?
હમણાં  બસથી ઊતરીને વાસવદત્તા ગઈ.

યૌવન આપી તેં ઉપકાર  કર્યો  લે માન્યું,
પણ એનું શું ? મોંઘા બચપણની મત્તા ગઈ!

- 'શિલ્પી'  બુરેઠા( કચ્છ )

No comments:

Post a Comment