Friday, 6 January 2017

ભજન

.
           ----  ભજન---

મારૂ મારૂ કર ન મનવાં;
તારૂ નથી અહીં તલ ભાર જી,
યમનાં જ્યારે તેડા આવશે;
પડ્યું રહેશે બધું પ્યારું જી.
       
         છે જીવ ત્યાં સુધીનું છે સગપણ;
           સગા આપશે સાથે એકલું ખાપણ,
તારૂ મારૂ છોડી હવે
રાખને બધું સહીયારું જી.

ભૌતિક સુખમાં કશું ન મળે,
મળશે આંસુ તને ખારૂ જી,
જ્યોત અંદર સદા ઝળહળે,
તું દૂર કર તારૂ અંધારું જી.

     બાર દિવસ રડશે બધાં
      તેરમાં દિવસે મિષ્ટાન્ન જમશે સારૂ,
ત્યાર પછી ભૂલશે બધાં
હોય મા-બાપ કે બેન-ભારૂ.

માટે કહે 'નિરાશ' આજે
મારૂ મારૂ ન કર મનવાં
કશું નથી તારૂ.
   
            રત્નેશ અલગોતર "નિરાશ"

No comments:

Post a Comment