મારા શબ્દે શબ્દો ના ચીંથરા રખડે,
અહીં મારી વેદનાઓ ભીતર ફફડે.
ઉદ્વેગ નો ઉન્માદ ભરપૂર છે છતાંય,
આવેગો મારા અંદર અંદર ઝગડે.
સૂતર સંબંધો ની કાચી છે ગાંઠ અહીં,
ભીતર કોઈ ખૂણો છાનો છાનો ફફડે.
અસ્તિત્વની સાથે ઈચ્છાઓ ફંગોળી દઉં
સ્ત્રીતત્વને લલકારું ક્યાંય તું ના ખખડે,
નિચોડી લાગણીઓ તો સ્મરણો મારા મલકે,
"યશવી" જીવનપથ પર પ્રેમ તણા બંધન રખડે.
✍🏻 રૂપાલી ચોકસી "યશવી".
No comments:
Post a Comment