Tuesday, 10 January 2017

ગઝલ

પીંજરમાં પાંખ ફફડે રે રોજના,
પંખી મથે ઊડવા આભને આંબવા.

નીંદર પડખાં ભરે છે રોજના,
રાતલડી જાય સપનાને રોળવા.

નૈન મારા અંધકારને ઝંખે રોજના,
અજવાળાને સાગરે  ડહોળવા.

લીલાછમ વન સજાવું રોજના,
દર્દને કોરી અંતરને બેહલાવવા.

જન્મ મરણના ફેરા ફરું રોજના,
જિંન્દગીને બસ પ્રીત નામ આપવા.

તારાને મારાનો ભેદ ભૂલું રોજના,
સથવારો માંગું છું પોતિકાને પામવા.

પ્રીતિ ભટ્ટ.."પ્રીત" (નવસારી)

No comments:

Post a Comment