Tuesday, 10 January 2017

ગીત

મારી તસવીર તારા દિલમાં રહેવાની
ભૂલી ભૂલીને શું તું ભૂલવાની .......
મારી તસવીર તારા દિલમાં રહેવાની ....

સમણા સતાવશે ને હૈયા ઊભરાશે
કેમ કરી આંસુઓ  છુપાવીશ
મારી તસવીર તારા દિલમાં રહેવાની .....

દિન ના જાશે તારી રાત વેરાન થાશે,
કેમ કરી મન ને  તું મનાવીશ
મારી તસવીર તારા દિલમાં રહેવાની ......

કટકા હજાર થશે ને દર્દ  પીડા થાશે
કેમ કરી જખ્મોને સંભાળીશ 
મારી તસવીર તારા દિલમાં રહેવાની .....

વરસો વીતશે ને ભલે જિંદગી આ જાશે
સાતે  જનમો  તને તડપાવીશ
મારી તસવીર તારા દિલમાં રહેવાની ....

મેવાડા ભાનુ " શ્વેત"
09,01,2017

No comments:

Post a Comment