Thursday, 19 January 2017

ગઝલ

લગાલગાગા લગાલગાગા

ઉદાસ ચાંદો ઉદાસ રાતો,
વચાળમાં છે થયેલ વાતો,

નથી તમે સાથ, શું હયાતી!
મળી મને છે જીવંત ઘાતો,

ઉજાશ ક્યાં છે? પ્રકાશ ક્યાં છે?
અહીં મળી રંગ વિન પ્રભાતો,

નસીબનો ખેલ છે અનેરો,
સહું દરદ; દમબદમ ઇજાફો,
- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

No comments:

Post a Comment