Thursday, 19 January 2017

ગઝલ

💖હિફાજત કરી છે 💖  ૮

અમે જિંદગીભર શરારત કરીછે
હ્દયમાં રહીને  હિમાયત કરી છે

બરફ જેમ થીજી જશે પ્રીત મારી
નહી પીગળેએ  કરામત  કરીછે

બહારો નજર આવશે ચોતરફ પણ
અમે ફુલ સાથે બગાવત કરી છે

તમે પ્રેમની ઈંટથી બાંધજો ઘર
અમે લાગણીની ઈમારત કરીછે

ન અંગત કશું આજ મારું તમારુ
અમે લાગણી ની ઈબાબત કરી છે

અમારું કવન એ અમારું છે  દર્પણ
અમારી ગઝલની હિફાજત કરી છે .

ભારતી ગડા

No comments:

Post a Comment