Thursday, 19 January 2017

ગઝલ

તમે છવાયા..........

તમે અમારા દિલે સમાયા,
ને શબ્દ થઇ હોઠ પર લવાયા.

અહી તહી બસ તને જ જોતો,
દરેક ખૂણે તમે છવાયા.

શરીર પર લખુ છુ નામ તારા,
છબી બની તન ઉપર ઘવાયા.

છે ક્યાં અહી આસ પામવાની?
નસીબ લઇ સાથમાં લખાયા.

ચલે શ્ર્વસન મારુ તુજ શ્ર્વસનથી,
છતાં શ્ર્વસન આ ચુકી જવાયા.
  -સંદિપ પટેલ"કસક"

No comments:

Post a Comment