Tuesday, 10 January 2017

ગઝલ

સદિ ઓ વીતી ગઇ છે તારી ચાહતની આશામાં,
સાંધી રૈ છું સ્વપ્નાં તારા નાહકની આશામાં.

દુ:ખો તો છે તારી યાદો ના હૈયે પણ,સાંભળ,
બેઠી તારી હૈયારીની રાહતની આશામાં.

રાખ્યો મે હૈયામાં છૂપાવી પોતાનો સમજી,
થૈ હું તો રાધા મસ્તાની માધવની આશામાં.

ના જોવા મળતો એ શેરીએ તો છાનીમાની
જાતી,ઘાટે પાણી ભરવાં વ્હાલમની આશામાં.

લ્યો, આવીને કૈગ્યો, તારે મારે કછુ ના નાતો,
લોઢાને સ્પર્શી કેમ 'ફિઝા'પારસની આશામાં !.

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment