Wednesday, 1 March 2017

ગઝલ

ગઝલ :-

પ્રેમના જેવો નશો ચડતો નથી.
હું નશા ની વાતમાં પડતો
નથી.

કેટલી તકલીફને અડચણ હતી,
સાવ મંજિલ નો સરળ રસ્તો નથી.

દેહનું લાલિત્ય કાં દીપે નહીં ,
આજ તો આ આંખમાં તડકો નથી.

આપણી આ ચાલને બદલો જરા,
કાંટો હવે ધાર્યા મુજબ ખસતો નથી.

એટલો ઊંડો છુપાયો કેમ તું ,
શોધ કરવા પણ છતાં મળતો નથી.

આપણી આ ચાલને બદલો જરા,
આ સમય ધાર્યા મુજબ ખસતો નથી.

આંખમા એની ઘણું કામણ હતું ,
વાતમાં આ કોઇ પણ શક - તો નથી.

હું ગઝલ મૃત્યુ સુધી લખતો રહીશ ,
આ કપાતર જીવને છુટકો નથી.

ત્યાં અમીરોની હવેલીમાં જુઓ,
શબ્દ ઘર જેવો તહીં મળતો નથી.

ચાલ જઇએ આપણે એ લોકમાં,
જીવ આ જ્યાં જન્મતો , મરતો નથી.
     દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment