યાદ છે તને...
સવાલ પૂછ્યો હતો મને
ગુલમ્હોર
કેમ ભર ઉનાળે જ શણગાર સજ઼ે?
એ વખતે જવાબ
હતો ફક્ત મારી આંખોમાં,
કદાચ નહિ સમજાયું હોય તને
કદાચ સમજ્યા પછી વિમાસણ હશે તને.
કૈક અવઢવ પણ હશે જ તને
એમજ વિતાવી દીધું તે આખું વરસ અવઢવમાં,
ચાલ ને
હવે ફરી આ ઉનાળામાં...
એ ગુલમહોર નેજ સવાલ પુછજે તું.
જવાબ એ પણ કદાચ ઇશારામાં જ હશે,
પણ
આ વખત
હું નહિ હોઉં તને સમજાવવા,
તારે જાતે જ જવાબ ખોળવો પડશે.
પછી તું શોધજે મને....
જ્યાં સુધી નજર પહોંચે,
જ્યાં સુધી અવાજ પહોચી શકે તારો...
કદાચ હું દૂર જતો રહ્યો હોઈશ
પણ હા
એક વખત
મને ગમતું તારું એ
ગીત ગણગણજે
ધીમા સાદે....
કદાચ મને પાછો આવવા મજબુર કરી દે.
અલગારી. 1.3.2017
No comments:
Post a Comment