Wednesday, 1 March 2017

ગઝલ

ઝટપટ ખોલો દ્વાર નયનવા
ભીતર લાગે ભાર નયનવા

અંધકારનાં ટોંચે ઉભી
તેજ લીસોટી ધાર નયનવા

ચલો વેચવા કાઢો સઘળો
સમણાંનો ભંગાર નયનવા

દ્રષ્ય ઉભા છે લીલે તોરણ
સોળ સજી  શણગાર નયનવા

પાંપણ વચ્ચે ડૂબી રહ્યા છે
અચરજના વિસ્તાર નયનવા

પલકવારમાં કેમ પમાશે?
અનહદ ના અણસાર નયનવા
-વંચિત કુકમાવાલા

No comments:

Post a Comment