સ્હેજ પણ હલતો નથી ચળતો નથી
બાંકડાનો ખાલીપો હટતો નથી
લક્ષ્ય તો છે આંખની સામે જ પણ
ત્યાં સુધી જાવા કોઇ રસ્તો નથી
આભ છે,પંખીય છે, પાંખોય છે
જો નથી કંઇ તો કેવળ ટૌકો નથી
ફેર બીજો કંઇ નથી એના સિવાય
ખીણ જૂની છે, જૂનો પડઘો નથી
હું દિવો લઇ હાથમાં, ઊભો રહ્યો
અંધારાનો પ્હાડ ઓગળતો નથી
- હર્ષદ સોલંકી
No comments:
Post a Comment