Wednesday, 1 March 2017

ગઝલ

*અછાંદશ*
*શીર્ષક -એક વાત પુછું?*

એક વાત પુછું?
તું ચાહે છે મને?
જવાબ  જાણુ છું
બસ તારો જવાબ ગમે છે.
એટલે જ વારંવાર પુછું છું.
તારી આંખોની ચમક,
તારા હોઠો પરની શરારતી મુશ્કાન.
તારા સ્વરમાં ભળતી માદકતા,
એ આર્જવને ધીમા સ્વરે તારુ ગણગણવું ..
તારી ભુજાઓમાં લઇ,
હળવું ચુંબન.
અને તારું કહેવું કે સાબીતિ આપું?
હા ! હું તને ચાહુ છું ,ચાહતો રહીશ ...
બસ! આજ જવાબ તારો હંમેશાંનો.
"કાજલ" ના પ્રેમની સાર્થકતા આ તારું કહેવું

"કાજલ"
કિરણ પિયુષ શાહ
01/03/17

No comments:

Post a Comment